રાજકોટના જેતપુરમાં વીરપુર પાસે ફ્લાયઓવર શરૂ કરાયો છે, સિક્સ લેન હાઇવેની કામગીરીનો કરાયો હતો વિરોધ અને વિરોધ બાદ કલેકટર દ્વારા રોડની સમીક્ષા કરાઇ હતી, ટ્રાફિકથી લોકોને રાહત માટે ફ્લાયઓવર શરૂ કર્યો છે, વધુ બે બ્રિજ આવતા અઠવાડિયામાં શરૂ કરાશે તેવી માહિતી સામે આવી છે.
રાજકોટના જેતપુર-રાજકોટ સિક્સ લેન હાઇવેનો મામલો
યાત્રાધામ વીરપુર પાસેનો ફ્લાય ઓવરબ્રિજ શરૂ કરાયો છે, વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો સિક્સ લેન હાઇવેની કામગીરીનો વિરોધ, અને બાદમાં રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે રોડ સેકટીની બેઠકમાં જિલ્લાના હાઈવેની સમીક્ષા કરવામાં આવી હતી, કલેક્ટરે જેતપુર-રાજકોટ સિકસલેન હાઈવેમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે યાત્રાધામ વિરપુર પાસેનો ફ્લાય ઓવરબ્રિજ શરૂ કરવા સૂચના અપાઈ હતી, અને બીજા બે બ્રિજ પણ અઠવાડિયામાં શરૂ થઈ જશે, ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા વીડિયોમાં ઓવરબ્રિજના રમણીય દ્રશ્યો સામે આવ્યા છે.









