રાજકોટમાં ગોડસેના નાટકનો કોંગ્રેસ દ્વારા ભારોભાર વિરોધ કરવામાં આવ્યો છે. શહેરમાં હેમુ ગઢવી હોલ ખાતે આ નાટક શરૂ થાય તે પહેલા જ વિરોધ શરૂ થયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેજ પર પહોંચીને તોડફોડ કરી હતી. ત્યારે હવે જામનગરમાં પણ આ નાટકનો વિરોધ કરવામાં આવ્યો છે. ટાઉન હોલ ખાતે આ નાટક રજૂ થતાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.


[[$googlead]]

ગોડસેનું નાટક ભજવાય તે પહેલા જ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

જામનગરમાં ટાઉન હોલ ખાતે ગોડસેનું નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટક દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતાં અને તેમણે ગોડસેના પોસ્ટરો ફાડી નાંખ્યા હતાં. કાર્ચકરોએ ગાંધીજીના ફોટો સાથે ગોડસે હાય હાયના નારા લગાવ્યા હતાં. આયોજકોએ નુકસાનના ભયને લીધે નાટકનો શો રદ કર્યો હતો. શહેરમાં આ નાટકના વિરોધ બાદ તંગદિલી વધતાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કોંગ્રેસના ઉગ્ર વિરોધને પગલે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.


[[$alsoread]]

  • Follow us on: