રાજકોટમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સમગ્ર રાજકોટમાં જેતપુર અને ઉપલેટા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ભારે વરસાદનું જોર જોવા મળ્યું. ઉપલેટામાં ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉપલેટાના ભાદરકાંઠા વિસ્તારના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ. જ્યારે તલંગણા ગામમાં વહેલી સવારથી વરસાદ શરૂ થતા બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. વરસાદ પડતા ખેડૂતોના મોઢે આવેલ કોડીયો છીનવાઈ ગયો હોવાનું અનુમાન.


[[$googlead]]

ઉપલેટામાં ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી

ઉપલેટામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ચોમાસુ સિઝનના વાવેતર કરેલા પાક જેવા કે મગફળી, સોયાબીન, કપાસ, મગ, અડદ સહિતના પાકોને નુકસાનની ખેડૂતોની ભીતિ. પાકને લઈને ખેડૂતો ચિંતિત થયા. વરસાદ ખાબકતા હોકરા નદી નાળા સહિતનાઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી. તો જેતપુરમાં સતત ચોથા દિવસે પણ વરસાદ ખાબકતો લોકોના નવરાત્રિ તહેવારના રંગમાં ભંગ પડ્યો. જેતપુરમાં તીનબત્તી ચોક, વડલી ચોક, એમજી રોડ, અમરનગર અને કણકિયા પ્લોટ સહિતના વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળ્યું.

ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી

શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. જસદણમાં ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. આટકોટ, સાણથલી, શિવરાજપુર, બાખલવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જસદણ શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. સતત વરસાદી માહોલ થી કપાસ અને મગફળી ના પાક ને નુકસાન ની ભીતી.. ચોમાસુ અંતિમ ચરણમાં હોવા છતાં વરસાદનું જોર ઘટતું નથી. ભારે વરસાદથી હવે ખેડૂતોમાં ચિંતા પેઠી.

[[$alsoread]]



  • Follow us on: