રાજકોટ શહેરમાં આજે વાતાવરણમાં પલટો આવતા ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના રેસકોર્સ રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ અને કોટેચા ચોક જેવા મુખ્ય વિસ્તારોમાં બપોર બાદ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ હળવા વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જોકે વરસાદને કારણે ગરમી અને બફારામાંથી રાહત મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે, જેનાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા પ્રસરી છે.


[[$googlead]]

જામકંડોરણામાં ભારે વરસાદ ખાબક્યો

રાજકોટના ગ્રામ્ય પંથકમાં વરસાદનું જોર વિશેષ જોવા મળ્યું છે. જામકંડોરણાના ખાટલી, ખજુરડા અને બાલાપર જેવા ગામડાઓમાં વરસાદ શરૂ થતા નદી-નાળાં છલકાઈ ગયા છે. આ ઉપરાંત શાપર અને વેરાવળ ગામ તેમજ નેશનલ હાઈવે પર પણ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં આ મેઘમહેરને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, ખેડૂતો હજુ પણ સારા પાક માટે ધોધમાર વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેથી વાવણી અને ખેતીના અન્ય કામોમાં ગતિ આવી શકે.

  • Follow us on:

[[$alsoread]]