જલારામ બાપાના દર્શન માટે ભાવિકો ઉમટ્યા છે અને બપોરે શોભાયાત્રા, સાંજે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે જન્મજયંતી છે. જલારામબાપાનો જન્મ દિવસ કે જન્મ જયંતિ કારતક સુદ ૭ ના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે.


[[$googlead]]

સંત જલારામ બાપાનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો

સંત અને સેવાભાવી એવા જલારામ બાપાની આજે 226મી જન્મજયંતી છે. તેમના જન્મસ્થળ સૌરાષ્ટ્રના વીરપુર સહિત સમગ્ર ગુજરાતમાં આ દિવસ ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પણ ઠેરઠેર વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું છે. સંત જલારામ બાપાનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું.

 

[[$alsoread]]

  • Follow us on: