રાજકોટમાં ખખડધજ રોડને લઇ મનપાની ઢીલી નીતિ સામે આવી છે. વરસાદના કારણે બિસ્માર બનેલા રસ્તાને લઈને મનપા તંત્રએ કોન્ટ્રાક્ટરોને દંડને બદલે ખાલી નોટિસ ફટકારી. જિલ્લામાં ખરાબ રસ્તાને લઈને મનપા દ્વારા પવન અને ક્લાસિક કન્સ્ટ્રક્શન નોટિસ ફટકારવામાં આવી. મનપા તંત્રએ ખરાબ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવાના બદલે ફક્ત નોટિસ આપી સંતોષ માન્યો.
5 વર્ષની ગેરંટીવાળા 5 મહિનામાં ખખડધજ
નાણાંવટી ચોક-રામાપીર ચોકડીનું કામ પવન કન્સ્ટ્રક્શ દ્વારા કરવામાં આવ્યું. જ્યારે ગંગોત્રી પાર્ક વિસ્તારનું કામ ક્લાસિક કન્સ્ટ્રક્શને કરેલું. બંનેએ કામગીરી માટે પાંચ વર્ષની ગેરેન્ટી આપી હતી છતાં બે મહિનામાં જ રસ્તાનું ધોવાણ થઈ ગયું. કોન્ટ્રાક્ટરો રોડ બનાવવા પાંચ વર્ષની ગેરંટી આપતા હોય છે. જ્યારે થોડા જ વરસાદમાં પાંચ વર્ષની ગેરંટીવાળા રોડ બે મહિનામાં ખખડધજ બની જતા રોડ કામગીરીમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો.
કોન્ટ્રાકટરો પર મહેરબાન મનપા
ચોમાસામાં સારો વરસાદ રહ્યો. વરસાદી પાણી ભરાતા રસ્તાઓ અને બ્રિજની સ્થિતિ બિસ્માર જોવા મળી. રોડ પર ખાડા, ગાબડા અને ભૂવારાજ જોવા મળ્યું. કરોડોના ખર્ચે બનાવવામાં આવતા રોડ અને બ્રિજ સામાન્ય વરસાદમાં જ ક્ષતિગ્રસ્ત થતાં રૂપિયાનું ધોવાણ થયાનું નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં નબળા અને ભંગાર રસ્તાઓ મામલે મનપા દ્વારા કન્ટ્રક્શન કંપનીઓને ફક્ત નોટિસ ફટકારતા એજન્સીઓ ધરાવનાર કોન્ટ્રાક્ટરને થાબડભાણા જેવો મનપા તંત્રવાહકોનો ઘાટ જોવા મળ્યો. રોડનું સમારકામ ક ખખડધજ રોડને લઇ મનપાની ઢીલી નીતિ સામે આવી.









