રાજકોટમાં આજે હવામાનમાં બદલાવ જોવા મળ્યો. શિયાળામાં ઠંડીના ચમકારા વચ્ચે લોકોને ગાઢ ધુમ્મસ દેખાયું. આ ધુમ્મસ વાદળોના કારણે નહીં પણ પ્રદૂષણના કારણે છે. હવામાં આજે પણ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક જોવા મળ્યું. સવારે બહાર નીકળતાં લોકોને સ્વચ્છ હવા નહી પરંતુ વધુ પ્રદૂષણ લાગ્યું.શહેરના અલગ અલગ વિસ્તારમાં એર ક્વોલિટી સૂચકાંક અલગ અલગ નોંધાઈ રહ્યા છે. હવામાં પ્રદૂષણ વધતા શહેરીજનો ચિંતિત થયા.
શહેરમાં જુદાજુદા વિસ્તારમાં AQIમાં તફાવત
એર ક્વોલિટી ઇન્ડેક્સ 274ને પાર પહોંચ્યો. જુદાજુદા વિસ્તારમાં AQIમાં તફાવત જોવા મળ્યો. કાલાવડ રોડ પર AQI સૌથી વધુ 274 નોંધાયો. સેન્ટ્રલ ઝોનમાં AQI 257, જામટાવરમાં AQI 240 અને સોરઠિયાવાડમાં AQI 256 પર પહોંચ્યો. શહેરમાં હવામાં પ્રદૂષણમાં વધારો થતા લોકોની સ્વાસ્થ્ય સમસ્યા વધશે તેવું આરોગ્ય નિષ્ણાતનું માનવું છે. અગાઉની સરખામણીએ આ વખતે રાજકોટમાં એર પ્રદૂષણ વધ્યું છે. પ્રદૂષણ વધતા શ્વાસના દર્દીઓની મુશ્કેલી વધશે.
એર ક્વોલિટી ઇન્ડેક્સ 250ને પાર
શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાં સેન્ટ્રલ ઝોન કચેરી ચોક, સોરઠિયાવાડી ચોક અને જામ ટાવર ચોક નો સમાવેશ થાય છે. શહેરના શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો બહાર ફરવા નીકળે છે. પરંતુ અલગ અલગ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં તફાવત જોવા મળ્યો છે. હવામાં પ્રદૂષણ વધતા લોકોનું બહાર ફરવું મુશ્કેલ બન્યું છે. સરેરાસ એર ક્વોલિટી ઇન્ડેક્સ 250ને પાર થયો. પ્રદૂષણથી બચવા ઘરમાં એર પ્યુરીફાયર લગાવવાની એક્સપર્ટ સલાહ આપી.









