રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક માત્ર આવેલ મહાલક્ષ્મી મંદિર ખાતે અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું. મહાલક્ષ્મી મંદિરમાં અન્નકૂટના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ધોરાજી તાલુકામાં એક માત્ર મહાલક્ષ્મી મંદિર આવેલું હોય અને આ મહાલક્ષ્મી મંદિર પ્રાચીન મંદિર ગણવામાં આવે છે. આ મહાલક્ષ્મી મંદિરની ચારસો વર્ષ અગાઉની સ્થાપના કરવામાં આવી હતી. મહાલક્ષ્મી મંદિરનો મહિમા અપરંપાર છે.
તહેવારમાં મંદિરમાં થાય છે ખાસ ઉજવણી
મહાલક્ષ્મી મંદિર એ મહાલક્ષ્મી માતાનાં સૌથી પ્રસિદ્ધ મંદિરો પૈકીનું એક છે. આ મહાલક્ષ્મી મંદિર માં મહાલક્ષ્મી અંબે માતાજી અને ભદ્રકાળી માતાજી ગણેશ ભગવાન અને મહાદેવની મૂર્તિઓ આવેલ છે. હિન્દુ ધર્મનાં દરેક તહેવારો આ મહાલક્ષ્મી મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. અને નોરતાં અને દિવાળી પર્વ નિમિત્તે મંદિરને અલગ-અલગ પ્રકારના ફુલો અને રોશનીથી શણગાર કરવામાં આવે છે અને અન્નકુટ ધરાવવામાં આવે છે અને અને ધોરાજી અને દેશ વિદેશ માંથી લોકો અને ભક્તો દિવાળી માં મહાલક્ષ્મી માતાજી ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.









