ગુજરાતમાં હાલમાં પાટનગર ગાંધીનગર ટાઈફોઈડના રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ તંત્ર જાગ્યું છે અને રોગચાળો કાબુમાં લેવા માટે કામગીરી શરૂ કરી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના 18 વોર્ડમાં તબક્કાવાર ફોગિંગની કામગીરી કરાશે. મચ્છરોના બ્રિડિંગનો નાશ કરવા કામગીરી શરૂ કરવામાં આવશે.


[[$googlead]]

રાજકોટમાં રોગચાળો કાબૂમાં લેવા મનપાની કામગીરી

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના 18 વોર્ડમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા મચ્છરોના બ્રિડિંગ શોધીને તેનો નાશ કરવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરના લાર્વા નાશક કામગીરી કરવામાં આવી છે. શહેરમાં દવા છંટકાવ અને ક્લીનીંગ કરવા ટીમો કામે લાગી છે. 132 રહેણાંક અને 30 કોમર્શિયલ મિલ્કતોનો નોટીસ આપવામાં આવી છે.  

[[$alsoread]]
  • Follow us on: