ગોંડલની સરગમ સોસાયટી વિસ્તારમાં આપ નેતા જિગિષા પટેલ ઉપર બનેલી હુમલાની ઘટનામાં પાંચ મહિલા સહિત કુલ નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્થાનિકોના પાણી અને રોડના પ્રશ્નોને લઈને મુલાકાતે ગયેલી જીગીશા પટેલ પર હુમલો થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કૃષ્ણા રાવલ, દ્રષ્ટિ રાઠોડ, મનીષા, એક અજાણી મહિલા, ફાતિમાબેન ચાણક્ય, મુન્નો, શબ્બીર તેમજ લાલ ટોપી અને કેસરી ટી-શર્ટ પહેરેલા અજાણ્યા યુવકો સહિત કુલ નવ લોકોના નામ નોંધાયા છે. જીગીશા પટેલે આરોપી વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે.


[[$googlead]]

ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ હુમલાનો કેસ

આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલે પોલીસ સ્ટેશનમાં પોતાની પર થયેલા હુમલાની તપાસ માટે રજૂઆત કરી છે. આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આકરી કલમો હેઠળ ગુનો નોંધવા માગ કરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીને આરોપીઓનો વરઘોડો કાઢવા વિનંતી કરી છે. વીડિયો ઉતારી કોને મોકલ્યો તેને લઈને તપાસ કરવા માગ કરી છે.

[[$alsoread]]
  • Follow us on: