ભાજપના સંગઠન પ્રભારી અનિરૂદ્ધ દવે રાજકોટની મુલાકાતે છે. તેમણે રાજકોટમાં કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ભાજપના જૂના જોગીઓ પણ નજરે પડ્યા છે. ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, આશિષ ભટ્ટ, લાખા સાગઠિયા અને ગોવિંદ પટેલ કમલમમાં દેખાયા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન કમલમમાં અલગ અલગ બેઠકો યોજાશે.
ચૂંટણીને લઇ ભાજપ હંમેશા સજ્જ હોય છે
સંગઠનના પ્રભારી અનિરૂદ્ધ દવેએ કહ્યું હતું કે, ભાજપ હંમેશા ચૂંટણીને લઈને સજ્જ હોય છે. અમે બધા એક છીએ ભાજપમાં જૂથવાદ જેવું કશું જ નથી. ગઈકાલે કોર્પોરેશનની આખરી સભામાં વિપક્ષ દ્વારા શાસકોના બંગલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દા અંગે સવાલ કરતાં જ પ્રભારીએ બોલવાનું ટાળ્યું હતું. રાજકોટ મનપામાં આજે સાંજથી જ વહિવટદારનું શાસન શરૂ થશે.









