રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે દિવાળી પહેલા જ મોટી રાહત આપી છે. જેના કારણે રાજકોટમાં 15 હજારથી વધુ બિલ્ડિંગોના બીયુ પરમીશનનો માર્ગ મોકળો થયો છે. રાજકોટમાં રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા 10થી 12 જેટલા એસોસિએશન દ્વારા બીયુ પરમીશન માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
10 થી 12 જેટલા એસોસિએશને કરી હતી રજૂઆત
આ રજૂઆત બાદ રાજકોટના બિલ્ડરોને દિવાળી પહેલા મોટી રાહત આપવામાં આવી છે. 15 હજાર જેટલી બિલ્ડિંગોને બીયુ પરમીશનનો માર્ગ મોકળો બન્યો છે.રાજ્ય સરકારે ફાયર મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારીને બીયુ પરમીશન આપવાનો નિર્ણય કર્યો છે. હવે રાજકોટના બિલ્ડરોમાં દિવાળી પહેલા રાહત જોવા મળી છે. ફાયર સેફ્ટિને લઈને બિલ્ડરો દંડ ભરી પોતાની બિલ્ડિંગોની બીયુ પરમીશન મેળવી શકશે.









