રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ આ બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ સાથે સંકલન ધરાવતા નેતાઓ સામેલ થયા હતાં. આગામી ચૂંટણીઓ અને રાજનીતીને લઈને આ બેઠકમાં ચર્ચાઓ કરાઈ હતી. આગામી ચૂંટણીઓમાં ચુંવાળિયા કોળી સમાજને પ્રધાન્ય આપવા અને સમાજના વધુ ઉમેદવારોને ટીકિટ આપવા માગ કરાઈ હતી. આ ઉપરાંત કોળી સમાજના પ્રશ્નોને લઈને બેઠકમાં ચર્ચાઓ કરાઈ હતી.


[[$googlead]]

સમાજના વધુ ઉમેદવારોને ટીકિટ આપવા માગ

આ બેઠક અંગે ચુવાળિયા કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજીયાએ જણાવ્યું હતું કે, 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છીએ પણ અમને કોઇ પણ સારૂ પદ આપવામાં નથી આવ્યું. OBC સમાજમાં સૌથી વધુ વસ્તી કોળી સમાજની છે. અમારી વસ્તી વધુ છે ત્યાં ટિકિટ નથી મળતી.કોંગ્રેસ આગેવાનો સાથે પણ અમે બેઠક કરી છે.આગામી સમયમાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં બેઠક યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ ટિકિટ આપવા માગ કરાઈ છે. આજની બેઠક કોઇ એક વ્યક્તિ માટે નથી.


[[$alsoread]]

  • Follow us on: