ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની શરૂઆતમાં ભરપુર વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાઈ જતાં વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાતા સમગ્ર સૌરાષ્ટ્રના મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વાવેતર સમયે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે. જેના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.


[[$googlead]]

જે ખેડૂતો પાસે પાણીની સગવડ છે તેમને સમસ્યા ઓછી છે

ખેડૂતોનું કહેવું છે કે, જે ખેડૂતો પાસે પાણીની સગવડ છે તેમને સમસ્યા ઓછી છે. પરંતુ જે ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે તેવા ખેડૂતો માટે વરસાદ ખેંચાતા ચિંતા પ્રસરી ગઈ છે. બે દિવસથી વરસાદી ઝાપટા પડે છે પરંતુ આગામી અઠવાડિયામાં સારો વરસાદ પડે તો ખેતરમાં વાવેલો પાક બચી શકે છે. જો વરસાદ ખેંચાશે તો પાક ઓછો આવશે અને નિષ્ફળ જવાની શક્યતાઓ પણ છે. સમગ્ર સૌરાષ્ટ્રના મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે.

[[$alsoread]]

  • Follow us on: