રાજકોટમાં કમોસમી વરસાદના વાદળા છવાયા છે. રાજકોટમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. જસદણમાં ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબલીટી ઘટી છે. જસદણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધુમ્મસ છવાઇ જવાના કારણે વિઝિબલીટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ચાલકોને લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું. રોજિંદા કાર્યો કરવા માટે લોકો ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 


[[$googlead]]

કમોસમી વરસાદનો કહેર

રાજ્યમાં અત્યારે શિયાળાની ઠંડી સાથે કમોસમી વરસાદનો કહેર છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે. ત્યારે અનેક વિસ્તારોમાં પહેલી વખત ધુમ્મસ છવાઈ ગઈ ગયું છે. રાજકોટમાં આજે ધુમ્મસભર્યા વાતાવરણના લીધે દુર દુર સુધી કય દેખાતું ન હતું. વિઝિબલીટી ઘટતા હાઈવે પર વાહનો ધીમાં ચાલી રહ્યા છે. હાલમાં રાજકોટમાં માવઠાને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજકોટમાં કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર પાક બગડી ગયો. ખેડૂતોના મોઢે આવેલ કોળિય છીનવાઈ જતા તેમણે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.

પાક નુકસાનીનો કરાયો સરવે

કમોસમી વરસાદના કારણે અનેક પાકને નુકસાન થયું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માગ પર નુકસાનીને લઈને સરવે હાથ ધરાયો હતો. તાજેતરમાં રાજકોટમાં નુકસાનીનો સરવે પૂર્ણ થયો. રાજકોટ જિલ્લાના 652 ગામોમાં કરાયો સરવે. આ સરવેમાં સામે આવ્યું કે રાજકોટ જિલ્લામાં 4.36 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદથી મગફળી,કપાસ અને સોયાબીનના પાક અને મરચાના પાકમાં પણ વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા. પાકમાં નુકસાનની સરવે બાદ રાજ્ય સરકાર દ્વારા નિયમ મુજબ ખેડૂતોને રાહત પેકેજ અપાશે.

[[$alsoread]]
  • Follow us on: