રાજકોટમાં દિવાળી તહેવારની રોનક જોવા મળી. રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક શહેર જેતપુરમાં દિવાળી તહેવારને લઈને લોકો વિવિધ પ્રવૃત્તિનો આનંદ માણી રહ્યા છે. જેતપુરમાં જન્માષ્ટમી બાદ દિવાળીના તહેવાર નિમિતે 6 દિવસના દીપાવલી ફનફેરનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર સૌરાષ્ટ્રમાં જેતપુર જ એક એવું શહેર છે કે જ્યાં દિવાળીએ પણ લોકમેળો યોજાય છે. જેતપુર શહેરના જીમખાના મેદાનમાં નૂતનવર્ષના દિવસથી છઠ સુધી છ દિવસ સુધી મેળો જામે છે જેમાં દરરોજ રાતે રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવે છે.


[[$googlead]]

ફનફેરમાં લોકો માટે વિવિધ રાઈડસ

જ્યારે મેળામાં બાળકોથી લઈને યુવાનો માટે વિવિધ રાઈડ્સ રાખવામાં આવી છે. દિવાળીની રજા નિમિતે મોટા ભાગના લોકો બહારગામ ફરવા માટે નીકળી જતા હોય છે. પરંતુ જેતપુર શહેરમાં દીપાવલી ફનફેરને કારણે લોકો બહારગામ ગયા વગર શહેરમાં જ આનંદ માણી શકે છે. લોકો પણ દિવાળીની રજાનો પુરરપુરો લાભ ઉઠાવે છે અને મેળામાં દરરોજ રાતે હૈયેહૈયું દળાય તેટલી ભીડ થાય છે. એટલે જે દિવાળીના તહેવારમાં શ્રમિકો કે જેઓ ફરવા બહારગામ નથી જઈ શકતા તે શહેરમાં જ મેળો માણી રજાની મજા માણે છે. 

દિપાવલી ફનફેરનો લીધો બાળકોએ આનંદ

[[$alsoread]]

દિવાલી ફનફેરના કારણે બાળકોની રજા સુધરી. શાળાઓમાં અત્યારે દિવાળીને લઈને વેકેશનનો સમય છે. આ દિવસો બાળકો માટે વધુ કંટાળાજનક રહે છે. કારણ કે પિતા ઓફિસ કામમાં વ્યસ્ત હોવાથી મોટાભાગના લોકો બહાર ફરવા જવાનું ટાળવા લાગ્યા છે. આ દિવસોમાં ટ્રાવેલર્સ પણ મોંઘા ભાડા લે છે અને રાજ્ય બહારના દરેક પર્યટન સ્થાનો પર હોટલોમાં પણ બુકિંગ ફુલ હોય છે. ત્યારે એક દિવસ પિકનીક મનાવવા માટે આ વિસ્તારના લોકો માટે ફનફેર બેસ્ટ સ્થાન છે. બાળકોને પણ અત્યારે અભ્યાસની ચિંતા ના રહેતા વિવિધ રાઈડસમાં બેસવાની ખૂબ મજા આવે છે. દિપાવલી ફનફેરમાં અનિચ્છનીય બનાવ ના બને તેનું તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે.

  • Follow us on: