રાજકોટની સિવિલમાં રહેતા એક-એક વ્યક્તિની પોલીસે કરી પૂછપરછ અને દર્દીના સંબંધીઓના કાગળો-અન્ય પુરાવાઓની ચકાસણી પણ કરી હતી, સિવિલમાં નશાખોર તત્વો રહેતા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી અને પોલીસે આકસ્મિક ચેકિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, હજી પોલીસે ચેકિંગ કર્યુ છે, કોઈની અટકાયત કરી નથી.રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા સિવાયના આવનારા અને નશાખોર તત્વો પડ્યા પાથર્યા રહેતા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી અને ફરિયાદ સામે આવતા રોગી કલ્યાણ સમિતિના સદસ્ય સહિતના પહોચ્યા હતા.


[[$googlead]]

અસામાજિક તત્વોમાં પણ ફફડાટ જોવા મળ્યો

સિવિલ હોસ્પિટલ, પ્રદ્યુમન નગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા સિવિલમાં રહેતા એક એક વ્યક્તિની પૂછપરછ હાથ ધરી હતી અને દર્દીઓના સગા હોવાનું જણાવનાર પાસે સિવિલના કાગળો અને અન્ય પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી.આ સમગ્ર ચેકિંગને લઈ પોલીસે હજી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી ફકત ચેકિંગ કર્યુ છે અને આ મામલે પોલીસ કાર્યવાહી પણ કરી શકે છે કે જો કોઈ અસામાજિક તત્વો કે નશાખોર અડ્ડો જમાવીને બેઠા હશે તો, તો પોલીસે ડોકયુમેન્ટની સાથે બેગનું પણ ચેકિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, તો અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.


[[$alsoread]]

  • Follow us on: