રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલીશન પૂર્ણ થયું છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ડિમોલીશન બાદ 88750 ચોરસ મીટર જમીન ખુલ્લી થઇ છે અને અંદાજિત 350 કરોડની જમીન ખુલ્લી થઈ છે. બીજી તરફ દબાણો તોડ્યા બાદ તેનો કાટમાળ હટાવવા માટેની કામગીરી પણ શરૂ કરાઈ હતી.
500થી વધુ મનપા મેન પાવર કામે લાગ્યો
મ્યુનિ.કમિશનરે કહ્યું કે ટીપી રોડ ઉપર 497 દબાણ દૂર થયા અને 992 દબાણ હટાવાયા હતા. 879 આવાસ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. આ કાર્યવાહી માટે 1500થી વધુ મનપા મેન પાવર કામે લાગ્યો હતો.તેમણે કહ્યું હતું કે અહી ઓરડી બનાવી ભાડે આપવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો હતો અને 200 આવાસ તો આધુનિક સુવિધાથી સજ્જ હતા. તેમણે કહ્યું કે 5 લાખથી વધુની કિંમતના 750 મકાનો જોવા મળ્યા.કમિશનરે એમ પણ કહ્યું કે રિપેર થયેલા આવાસ માત્ર 2 લાખમાં મળશે. આ ઓપરેશન માટે છેલ્લા 1 મહિનાથી કવાયત હતી અને આગામી 5 વર્ષમાં 30 હજાર નવા આવાસ બનાવાશે.









