રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અપાતા પાણીના બે મહિનામાં લીધેલા 26 નમૂના ફેલ ગયા છે. મહાનગર પાલિકા દ્વારા અપાતુ પાણી અશુદ્ધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. શહેરના બે ડઝન વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ થઈ રહ્યું છે. પાણીના નમૂના ફેઇલ થવા અંગે વિપક્ષી નેતા વસરામ સાગઠિયાએ કોર્પોરેશન અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતાં. આ સ્થિતિ માટે મહાનગરપાલિકાના સતાધીશો અને પદાધિકારીઓના જવાબદાર હોવાનું ગણાવ્યું હતું.


[[$googlead]]

પાણી વિતરણ અંગે અમે અનેક ફરિયાદો કરી

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અપાતુ પાણી અશુદ્ધ હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. છેલ્લા બે મહિનામાં પાણીના 26 નમૂના ફેલ ગયા છે. જગનાથ, રાધાનગર,નારાયણનગર, જંગલેશ્વર અને ભક્તિનગર સહિતના વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે છે. વિપક્ષી નેતા વસરામ સાગઠિયાએ આ માટે RMCના સતાધીશો અને પદાધિકારીઓ જવાબદાર હોવાનું કહ્યું હતું. લોકોએ કહ્યું હતું કે, પાણી વિતરણ અંગે અમે અનેક ફરિયાદો કરી છે. પાણીના નમૂના ફેઇલ થાય એ કેમ ચાલે. આ માટે મહાનગરપાલિકાની જવાબદારી છે.

[[$alsoread]]


  • Follow us on: