રાજકોટ જિલ્લાનાં ધોરાજીના જુનાગઢ રોડ હોય કે જમનાવડ રોડ હોય કે જુનો ઉપલેટા રોડ ધોરાજીનાં તમામ વિસ્તારોમાં રોડ રસ્તાઓની હાલત ગંભીર બની હોવાથી આ વિસ્તારમાંથી નિકળતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.આ સમસ્યા માટે લોકો સહન કરી રહ્યા છે ત્યારે આજરોજ ધોરાજી શહેરના આપના હોદેદારો આગેવાનો કાર્યકરો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
રસ્તાઓ ખખડધજ હાલતમા છે
ધોરાજી નગરપાલિકા હોય કે R&B વિભાગ હસ્તકના રસ્તાઓ ખખડધજ હાલતમા છે.આ વિસ્તારોમાંથી નિકળતા રાહદારીઓ અને વાહન ચાલકો અને આમ જનતાને ફુલ આપીને અને તેના ઉપર પુષ્પ વર્ષા કરીને લોકોની સહનશીલતા ધીરજને જાગૃત કરવા માટે આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો.જવાબદાર તંત્ર કે નગરપાલિકામાં જે પક્ષનું શાસન હોય તેના સુધી આ રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા છે તેને તાત્કાલિક સારા કરવામાં આવે અને તેને જગાડવા માટે આપ દ્વારા નવતર પ્રયાસ કર્યો હતો.









