રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સોસાયટીના ગેટ પાસે જ ટ્રાન્સફોર્મર નાંખી દેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ટ્રાન્સફોર્મર હટાવવા અનેક રજૂઆતો કર્યા બાદ પણ તંત્ર જાગતુ નથી. આ કામગીરીને કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે. લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. સોસાયટીના રહીશોના માથે જોખમ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.


[[$googlead]]

રાજકોટમાં PGVCLએ કર્યુ બુદ્ધિનું પ્રદર્શન

રાજકોટમાં બાલાજી સોસાયટીની બહાર પીજીવીસીએલ દ્વારા એક ટ્રાન્સફોર્મર નાંખી દેવામાં આવ્યું છે. આ ટ્રાન્સફોર્મર એવી રીતે નાંખવામાં આવ્યું છે જેનાથી સોસાયટીના લોકોની અવરજવરમાં હાલાકી સર્જાઈ છે. પીજીવીસીએલની કામગીરીથી સોસાયટીના લોકો પરેશાન થયા છે. આ સોસાયટીમાં સતત લોકોની અવરજવર રહે છે. લોકોએ અનેક રજૂઆતો કર્યા બાદ પણ પીજીવીસીએલ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે. લોકોના માથે જોખમ હોવા છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. 

[[$alsoread]]
  • Follow us on: