UGCના વિરોધને લઈને રાજકોટમાં નાગર બોર્ડિંગ ખાતે સવર્ણ સમાજની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર,બ્રાહ્મણ અને ક્ષત્રિય,લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પાટીદાર નેતા દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, બ્રહ્મ સમાજના અગ્રણી મિલન શુકલ અને ક્ષત્રિય સમાજના અગ્રણી ટીકુભા જાડેજા સહિતના અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતાં. આ બેઠકમાં ચર્ચાઓ કર્યા બાદ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
અન્યાય થાય તે ક્યારેય સાંખી નહિ લઈએ
સવર્ણ સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, રાજકોટની મીટિંગમાં સવર્ણ સમાજના અલગ અલગ પ્રશ્નો અને સમાજના ઉતકર્ષ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. મિટિંગમાં સૌરાષ્ટ્રના સવર્ણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.સરકાર દ્વારા સવર્ણ વિરુદ્ધ નિર્ણય લેવાશે તો કોર્પોરેશનની ચૂંટણીમાં પરિણામ પણ ભોગવવું પડશે. રાજ્ય સરકાર દ્વારા 109 જ્ઞાતિઓ બિન અનામત જાહેર કરવામાં આવી છે.સુપ્રીમ કોર્ટના નિર્ણયને સવર્ણ સમાજ આવકારે છે.સવર્ણ વિદ્યાર્થીઓ અને યુવાનો અન્યાય થાય તે ક્યારેય સાંખી નહિ લઈએ.









