રાજકોટમાં ચોમાસાની સિઝન વિદાય લેવાની નામ લઈ રહી નથી. જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. નવરાત્રિ દરમિયાન પણ વરસાદે રંગમાં ભંગ પાડ્યો હતો. ત્યારે હાલમાં ફરી વાદળા ઘેરાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી. સવારથી ધુમ્મસભર્યું વાતાવરણના લીધે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા. લોકો પોતાના રોજિંદા કામે બહાર નીકળતા વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી.
ગોંડલમાં હિલ સ્ટેશન જેવો નજારો
ગોંડલમાં વહેલી સવારથી જ ઝાકળવાળું વાતાવરણ જોવા મળ્યો હતું. હિલ સ્ટેશન જેવો નઝારો થતા લોકોમાં ખુશી જોવા મળી. તો બીજી બાજુ વિઝીબિલિટી ઘટતા વાહનચાલકો ભારે મુશ્કેલીએ હાઈવે માર્ગ પરથી પસાર થયા. થોડા દિવસ પહેલા જ રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સતત પાંચ દિવસથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દરમિયાન વેણુ ડેમ-2ના બે દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાજકોટમાં આ વર્ષે ચોમાસાની સિઝનના સારો વરસાદ વરસ્યો. જયારે રાજ્યમાં સિઝનનો સરેરાશ 115 ટકા વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદનું જોર રહેશે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદખાબકી શકે છે. દિવ, દમણ, દ્વારકા સહિતના દરિયાકાંઠે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. દરિયા કાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. શક્તિ વાવાઝોડુ ધીમુ થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસુ વિદાય લેશે.









