રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે અને ભૂલકાઓ ઉમંગ અને અનેક આશાઓ સાથે શાળામાં પ્રવેશ કર્યો છે. પરંતુ કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટ વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.


[[$googlead]]

સરકારે કચ્છ જિલ્લા માટે શિક્ષકોની સ્પેશ્યલ ભરતીની જાહેરાત કરી છે અને તેની કામગીરી ચાલી રહી છે. પરંતુ હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી, શિક્ષકોની ભરતી માટે ગ્રહણ બની છે. સ્પેશિયલ ભરતીથી કચ્છમાં ધોરણ 1થી8 માટે 4,100 શિક્ષકોની ભરતી થવાની છે.

જિલ્લાની 11 શાળાઓમાં એક પણ શિક્ષક નહીં

[[$alsoread]]

હાલમાં કચ્છ જિલ્લામાં 4,720 જેટલા શિક્ષકોની ઘટ સતાવી રહી છે. કચ્છ જિલ્લામાં શિક્ષણ સ્થિતિ આટલી હદે કથળી છે કે જિલ્લાની 11 શાળાઓમાં એક પણ શિક્ષક નથી. જ્યારે 50 જેટલી એવી શાળા છે જેમાં માત્ર એક શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.

રાજ્ય સરકાર એક બાજુ શાળા પ્રવેશ ઉત્સવ તેમજ સૌભણે સૌ આગળ વધે તેવી વાતો કરે છે. બીજી બાજુ સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, જેની અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી કચ્છ જિલ્લા માટેની સ્પેશિયલ ભરતી ઝડપથી કરે તેવી માગ ઉઠી છે.


  • Follow us on: