સુરત ભાજપમાં વિવાદ અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. થોડા દિવસા પહેલા મારામારીની ઘટના બાદ હવે બીજો વિવાદ શહેરમાં જોવા મળ્યો છે. જેમાં વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર માર્ગ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સાંઈબાબા સોસાયટીના ગેટ પર કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.
શું પોલીસ કરશે કોઈ કાર્યવાહી?
ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે શહેરના વોર્ડ પ્રમુખે જ નિયમોને નેવે મુકીને આ પ્રકારની જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી છે તો શું પોલીસ તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે માત્ર પછી મુકપ્રેક્ષક બનીને જોયા કરશે. હદ તો ત્યારે થાય છે કે વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે કાયદો બધા માટે એક સમાનનો દાખલો બેસાડવા માટે ઉધના પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું રહ્યું છે.









