સુરતમાં નવરાત્રિ તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. વરાછામાં ઉમિયાધામ મંદિર ખાતે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું. દરવર્ષે મંદિરમાં નવરાત્રિની આઠમના દિવસે આ વિશેષ પ્રકારની આરતી કરવામાં આવે છે. આઠમાંના દિવસની મહા આરતી વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. આઠમના દિવસે થતી મહાઆરતીમાં 20 હજારથી વધુ દીપ પ્રગટાવવામાં આવે છે. રાત્રિના સમયે હજજારો દિવડાઓ સાથે માતાની ભક્તિનું આ દ્રશ્ય વધુ અદ્ભૂત લાગે છે


[[$googlead]]

ઉમિયાધામ મંદિરમાં હજ્જારો દિવડા વચ્ચે મહાઆરતી

આ વર્ષે ઉમિયાધામ મંદિરમાં આઠમના દિવસે મહાઆરતી કરવામાં આવી. મંદિરમાં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર આ આરતી યોજાઇ. જયારે આરતી થાય ત્યારે આ સ્થાન પરની તમામ લાઇટો બંધ કરવામાં આવે છે. ફકત દિવડાની જયોતમાં માનું મુખ નિહાળવાનું આ અલૌકિક દ્રશ્ય છે. છેલ્લા 30 વર્ષથી ઉમિયાધામાં આ મહાઆરતીનું આયોજન કરાય છે. આજે જયાં લોકો ગરબાના નામે અવનવી સ્ટાઈલ કરતા હોય છે ત્યારે અહીં પ્રાચીન પરંપરા અનુસાર જ ગરબા રમવામાં આવે છે. ઉમિયાધામ મંદિરમાં મહાઆરતીનો લહાવો લેવા લોકો દૂરદૂરથી આવે છે.

ગુજરાતમાં પ્રાચીન શૈલીના ગરબા

મહત્વનું છે કે ગુજરાતમાં આસો મહિનામાં આવતો નવરાત્રિ તહેવાર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. નવરાત્રિમાં રાત્રે ગરબાની રમઝટ બોલાય છે. ગુજરાતમાં આજે પણ અનેક સ્થાનો પર નવરાત્રિમાં પરંપરાગત પ્રાચીન શૈલીના ગરબા થાય છે. કયાંક માતાજીનો સ્વાંગ રચી પર્વની ઉજવણી થાય છે. તો કયાંક માથે ગરબી મૂકી મહિલાઓ ગરબા ગાય છે, તલવાર રાસ અને નમન, બેઠીયા, બારિયા, તેમજ આહીર રાસની શૈલીના ગરબા પણ રમાય છે.

[[$alsoread]]

  • Follow us on: