સુરતમાં હીરા વેપારીના ત્યાં ચોરી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, 13 લાખથી વધુના કાચા અને તૈયાર હીરાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે, નકલી ચાવી બનાવીને તાળું ખોલી દીધુ હતુ અને ઓફીસમાં રહેલ હીરાની ચોરી કરી હતી.
સુરતના વરાછામાં મીની બજારના હીરા બજારમાં બની ઘટના
વેપારીની ઓફિસમાંથી અજાણ્યા ચોરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ઓફિસમાં પ્રવેશ કરી ચોરી કરી હતી, ઓફિસમાંથી આશરે 13.65 લાખના 6129 કેરેટના કાચા અને તૈયાર હીરા ચોરાઈ ગયા હતા અને પોલીસે તપાસ દરમિયાન પૂર્વ કારીગર અને હાલ બેકાર રત્નકલાકારની ધરપકડ કરી છે, ફરિયાદી આશરે 12 વાગ્યે મોબાઈલમાં ઓફિસના સીસીટીવી કેમેરા તપાસતા કંઈ જ દેખાતું નહોતું અને તેઓને નેટવર્કની સમસ્યા લાગી, પરંતુ રિવર્સ કરીને જોતા રાત્રે 10 વાગ્યે બાદ અજાણ્યા વ્યક્તિએ ઓફિસમાં પ્રવેશ કરીને સીસીટીવીમાં કંઈક હરકત કરી હોવાનું જણાયું હતું.
કારીગરે ચોરી કરી હીરા વેચવાની ફિરાકમાં હતો
આ મામલે વરાછા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે અજાણ્યા વિરુધ ગુનો નોંધી જાણ ભેદુની દિશામાં તપાસ શરૂ કરી હતી, પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરી પૂર્વ કારીગરે જ કરી છે અને પોલીસે પૂર્વ કારીગરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી.









