સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં સવારથી જ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ધુમ્મસના કારણે આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યા. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો. રસ્તાઓ પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો. અકસ્માત થવાના ડરે વાહનચાલકો હેડલાઈટ ચાલુ રાખવા મજબૂર થયા. બદલાયેલા વાતાવરણનો ઇશારો છે કે રાજ્યમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. લોકોએ રેઈનકોટના સ્થાને હવે સ્વેટર બહાર કાઢવા પડશે.
સુરતની હવા બદલાઈ, ડુમ્મ્સની ચાદર પથરાઈ
સુરત જિલ્લામાં ડુમ્મ્સની ચાદર પથરાઈ. સવારથી શહેરની હવા બદલાતા હિલ સ્ટેશન જેવો નજારો થયો. શહેરીજનો ધુમ્મસવાળા વાતાવરણનો આનંદ લેવા મોર્નિંગ વોક પર નીકળ્યા. તો બીજી બાજુ સવારે શાળાએ જતા બાળકો અને નોકરીજતા લોકો મુશ્કેલીમાં મૂકાયા. શિયાળાની ઠંડીની શરૂઆત વચ્ચે અત્યારે અનેક સ્થાનો પર કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો. માવઠાના મારના કારણે ખેડૂતો પાયમાલ થયા. ખેડૂતોએ આર્થિક સહાય આપવાની રાજ્ય સરકારને રજૂઆત કરી છે. ચોમાસું વિદાય લીઈ રહ્યું છે અને શિયાળાની શરૂઆત થઈ હોય ત્યારે ગાઢ ધુમ્મસ છવાતા સુરતમાં આજે નજારો અદ્ભભૂત બન્યો છે.
વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવવું
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાં સવારે જોવા મળેલ ધુમ્મસ દિવસ દરમિયાન ઓછું થશે તેમ જણાવ્યું. જેમ દિવસ દરમિયાન સૂર્ય પ્રકાશ વધશે તેમ તેમ ધુમ્મસ ધીમે ધીમે ઓછું થવા લાગશે. આ દરમિયાન વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવવુ તેવી અપીલ કરી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતનો સિલસિલો જોવા મળ્યો છે. અકસ્માતનું જોખમ ટાળવા વાહનચાલકો હેડલાઈટ રાખે અને વાહન ધીમે હંકારે તેવી હવામાન વિભાગે અપીલ કરી છે.









