સુરતમાં ખાડી પૂરને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો છે, પર્વત ગામમાં સોસાયટી બહાર લાગ્યા બેનર અને રાજકીય પક્ષોએ સોસાયટીમાં આવવુ નહી તેવા બેનર લાગ્યા છે, નંદનવન સોસાયટીના ગેટ પર લાગ્યા બેનર, સ્થાનિકોનું કહેવું છે કે, કોઈ પણ પક્ષે આ લાઈનમાં પ્રવેશવુ નહી.
પૂરનો નિકાલ ન થાય ત્યા સુધી વોટ માગવા નહી : સ્થાનિક
સ્થાનિકોનું કહેવું છે કે, પૂરનો નિકાલ ના થાય ત્યાં સુધી વોટ માગવા નહી, દર વરસાદમાં આ જ રીતે પાણી ભરાયા છે તેવું સ્થાનિકોનું કહેવું છે, ખાડીના પાણી લોકોના ઘરમાં ભરાતા નુકસાની થઈ છે, પૂરના પાણીમાં 3 દિવસ સુધી લોકોએ હાલાકી ભોગવવી પડી છે, લોકોના ઘરનો સામાન પણ આ વરસાદી પાણીમાં પલળી ગયો છે.
સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા
સુરતના ગ્રામ્ય વિસ્તાર ઓલપાડ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, વહેલી સાવરથી પડી રહયા છે વરસાદી ઝાપટા, અને એક દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.









