સુરત શહેરમાં ભરાયા વરસાદી પાણી અને ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદી વહેતી થઇ છે. ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, અડાજણ-પાલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને 1 કિ.મી. સુધી રોડ પર વરસાદી પાણી ભરાયા છે, પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.


[[$googlead]]

સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ

બારડોલીમાં વોર્ડ 4માં વરસાદી પાણી ભરાયા છે, આશાપુરા મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે અને શાસ્ત્રી રોડથી આશાપુરા મંદિર જતો માર્ગ બંધ થયો છે, પાણી ભરાતા વાહનચાલકો-સ્થાનિકોને હાલાકી પડી રહી છે, પાલિકા તંત્રની પહેલા વરસાદે જ પોલ ખોલી છે.

[[$alsoread]]

સુરતમાં ધોધમાર વરસાદથી લોકો ફસાયા

સુરતમાં ધોધમાર વરસાદથી લોકો ફસાયા છે, ઠેર ઠેર પાણી ભરાઇ જતા લોકો રસ્તામાં ફસાયા છે અને 2-3 કલાક સુધી વાહનો ટ્રાફિકમાં જામમા ફસાયા છે, લોકોએ તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલો અને એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઇ છે.

મેઘરાજાએ સુરતને ધમરોળ્યું

રાંદેર કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે, કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે, કોઝવે નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, શહેરના જુદા-જુદા વિસ્તારમાં ભરાયા પાણી.

  • Follow us on: