રાજ્યમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, આજે વહેલી સવારથી સુતરમાં વરસાદી માહોલ છે. ત્યારે શહેરમાં ધોધમાર વરસાદે મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે. ફુલપાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.


[[$googlead]]

પાણી ભરાતા રાહદારીઓ-વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. શાળા બહાર જ પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે.

ઉત્રાણ પોલીસ સ્ટેશન બહાર જ વરસાદી પાણી ભરાયા

[[$alsoread]]

રાજ્ય સહિત સુરતમાં પણ ભારે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે અને પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સુરતમાં ઉત્રાણ પોલીસ સ્ટેશન બહાર જ વરસાદી પાણી ભરાયા છે.

પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવામાં આવી છે. આ સિવાય સુરતમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ડ્રેનેજના પાણી બેક મારતા વરસાદી પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે.

  • Follow us on: