ગટરમાંથી પાણી ઉભરાઇને બહાર આવી ગયા છે અને અધિકારીઓની બેદરકારીને લીધે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે, ગંદકીને કારણે લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, જે લોકોના માથે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી છે, તે લોકો જ ગંદકી કરી રહ્યાં છે, અને રોગચાળો ફેલાવાની શકયતા છે.
સુરતના ઇન્દોર સ્ટેડિયમ બહાર ગંદકીના થર જામ્યા
ગટરમાંથી પાણી ઉભરાયું અને કચરો રોડ પર જોવા મળ્યો છે, નેતા અને અધિકારીઓને સારું લગાડવા પ્રયાસો કરાયો પરંતુ, ગઈકાલે કાર્યક્રમ પૂર્ણ બાદ અધિકારીઓ ગાયબ થયા છે અને કાર્યક્રમ પછી કઈક અલગ સ્થિતિ જોવા મળી છે, લોકોને અવર જ્વર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે, એટલી ગંદકી જોવા મળી છે, કચરો અને ભોજન બાદ ખાવાનું રોડ પર નાખી દીધું અને જે કોર્પોરેટરે, વોર્ડ પ્રમુખે, તથા અન્ય ખેલાડીઓને સ્ટેડિયમની પાછળ જમવાનું રાખવામાં આવ્યું હતું તે સુરત શહેર સ્વચ્છતામાં પહેલા ક્રમે છે તેની સ્થિતિ કોર્પોરેટરો અને SMCના અધિકારીઓ બતાવી રહ્યા છે જે વાતથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.









