સુરતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું. સુરત જિલ્લામાં ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મહુવામાં સવારથી અત્યારસુધીમાં 4.65 ઈંચ વરસાદ નોંધાયો છે. મહુવા ભારે વરસાદના કારણે આજે કાછલ ગામે હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા મહુવાથી કરચેલિયા જવાના માર્ગને અસર થઈ છે.


[[$googlead]]

દુર્ઘટના ટાળવા રસ્તો બંધ કરાયો

મહુવામાં અકસ્માતની ઘટના ટાળવા પાણી ન ઉતરે ત્યાં સુધી આ રસ્તો બંધ કરાયો છે. તંત્ર દ્વારા તકેદારીના પગલા રૂપે વરસાદમાં વધુ કોઈ દુર્ઘટના ના બને માટે માર્ગ મકાન વિભાગે રોડ પર બેરીકેટ મૂક્યા છે. મહુવા ઉપરાંત આજે કિમ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં હરિહરેશ્વર મહાદેવના મંદિરનો ગર્ભગૃહ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

[[$alsoread]]

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ

રાજ્યભરમાં ભારે વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન છે. અતિ ભારે વરસાદના કારણે નદીઓ, જળાશયો અને ડેમમાં નવા નીરની આવક થઇ છે. વરસાદી પાણી ભરાતા માર્ગોમાં ખાડાઓ રાજ જોવા મળતા વાહનો ફસાઈ જતા તેમના ગંતવ્ય સ્થાન પર જવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરસાદના કારણે તંત્રના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે.

  • Follow us on: