સુરતમાં BRTS બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. બસચાલકની બેદરકારીએ વાહન ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. આ અકસ્માતની ઘટનામાં વાહન ચાલકનો આબાદ બચાવ થયો. આ બનાવ શહેરમાં મોડી રાત્રે બનવા પામ્યો હતો. જ્યારે BRTS બસ ચાલક બ્રીજ નીચેથી પસાર થવા ટર્ન લઈ રહ્યો હતો ત્યારે બાજુમાંથી પસાર થતા વાહન ચાલક પર ધ્યાન ના ગયું અને તેના મોપેડને ટક્કર મારી.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.


[[$googlead]]

બસ ચાલકની બેદરકારીએ સર્જયો અકસ્માત

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં રાત્રિના સમયે BRTS બસ ચાલકની બેદરકારીએ અકસ્માત સર્જયો. આ ઘટના ઉધના રોકડીયા ચારરસ્તા વિસ્તાર પાસે બનવા પામી હતી. આ ઘટનાના સામે આવેલ વીડિયોમાં દેખાય છે કે એક બ્રિજ નીચેથી વાહનો સામે બાજુ જઈ રહ્યા છે ત્યાં બાજુમાંથી અચાનક BRTS બસ ચાલક મોપેડ ચાલાકને ટક્કર મારે છે. આ ટક્કરમાં મોપેડ ચાલકની સ્પીડ લીમિટમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી. જો મોપેડ વાહન સ્પીડમાં હોત તો અકસ્માતને પગલે ગંભીર ઇજા થઈ શકત.

[[$alsoread]]

BRTS બસ ચાલકને લઈને ઉઠયા સવાલ

ઉધના પાસેની આ ઘટના ડેશબોર્ડ સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં BRTS બસ ચાલાક ની બેદરકારી ના કારણે મોપેડ ચાલાક નો જીવ જતા બચ્યો. અગાઉ BRTS ના ચાલકના કારણે એક મોટો અકસ્માત બનવા પામ્યો હતો. જેમાં અનેક લોકોના જીવ ગયા હતા. જેના બાદ BRTSના ડ્રાઈવરોની ભરતી અને તેમના સમય અને તેમજ ડયુટી અવરમાં બદલાવને લઈને રજૂઆત કરવામાં આવી હતી. BRTS બસ ચાલકને લઈને લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે.

  • Follow us on: