અમદાવાદમાં સ્કૂલમાં હત્યા બાદ સુરત DEO એક્શનમાં આવ્યા છે અને DEOના આદેશ બાદ સ્કૂલમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓની બેગ તપાસી છે, સ્કૂલો દ્વારા સ્વયંભુ શિક્ષકોને સાથે રાખી વર્ગખંડમાં તપાસ કરવામાં આવી છે, સ્કૂલ બેગમાં વાંધાજનક સામાન છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે, વાંધાજનક સામાન મળશે તો વિધાર્થી સામે તાત્કાલિક કરાશે કાર્યવાહી.


[[$googlead]]

વિદ્યાર્થીઓની સલામતી-સુરક્ષા અંગે શાળામાં શિસ્ત સમિતિની રચના કરવા DEOનો આદેશ

સુરત ડીઈઓએ વિદ્યાર્થીઓની સલામતી-સુરક્ષા અંગે શાળામાં શિસ્ત સમિતિની રચના કરવા DEOએ આદેશ કર્યો છે, DEOનો આદેશ મળતા જ શહેરની સ્કૂલો દ્વારા સ્વયંભુ શિક્ષકો સાથે રાખી વર્ગખંડમાં તપાસ કરવામાં આવી છે, તો શિક્ષકોએ જે શાળામાં તપાસ કરી છે તે શાળાના વિધાર્થીઓ પાસેથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી.

[[$alsoread]]


  • Follow us on: