સુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ જેલમાંથી બહાર આવતાની સાથે જ પોલીસને પડકાર ફેંકતા તાયફા કર્યા હતા. જોકે, કાયદાની ઉપરવટ જઈને કરેલી આ ઉજવણી તેને ભારે પડી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવેલી સલાબતપુરા પોલીસે તેની ફરી ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.ડ્રગ્સના કેસમાં જેલમાં બંધ શિવા ઝાલાને તાજેતરમાં કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.જેલમાંથી છૂટ્યા બાદ ડ્રગ્સ માફિયા શિવા ઝાલા અને તેના સમર્થકોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા.


[[$googlead]]

શિવા ઝાલાની ધરપકડ કરી તેની તમામ હેકડી ઉતારી

રસ્તા પર ફટાકડા ફોડી અને મોંઘીદાટ કારના કાફલા સાથે રેલી કાઢીને ઉજવણી કરવામાં આવી હતી.આ તાયફા દ્વારા તેણે જાણે પોલીસ તંત્રને સીધો પડકાર ફેંક્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.શિવા ઝાલાની આ ઉજવણી અને 'રોફ' જમાવવાના પ્રયાસના વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયા હતા. આ બાબત પોલીસના ધ્યાન પર આવતા જ ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ, સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તેની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને શિવા ઝાલાની ધરપકડ કરી તેની તમામ હેકડી ઉતારી દીધી છે.

[[$alsoread]]
  • Follow us on: