સુરતમા યોજાયેલા એક કાર્યક્રમમા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોમાં કુપોષણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કુપોષિત બાળકો પર કામ કરવા માટે તબીબોને સલાહ આપી હતી. સુરતમાં પીડિયાટ્રીક એસોસિએશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હર્ષ સંઘવીએ બાળકોને કુપોષણથી બચાવવા માટે સલાહ આપી હતી.


[[$googlead]]

નાયબ મુખ્યમંત્રીની તબિબોને સલાહ

સુરત પીડીયાટ્રીક એસોસિયેશનના અધ્યક્ષની નિમણૂકના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં તેમણે કુપોષિત બાળકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કાર્યક્રમમાં હાજર તબીબોને શાળાના બાળકોને કુપોષણથી બચાવવાની કામગીરી કરવા સલાહ આપી હતી. તેમની આ સલાહને સુરત પીડીયાટ્રીક એસોસિયેશને આવકારી હતી.


[[$alsoread]]

  • Follow us on: