સુરત ખાતેના એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના દૂષણમાંથી યુવાનોને બહાર લાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમારા મિત્રો ડ્રગ્સના રવાડે ચઢ્યા હોય તો પોલીસને માહિતી આપો. આ મિત્રોને ડ્રગ્સના કેસમાં અંદર કરવામાં નહીં આવે. તેમને ડ્રગ્સના દૂષણમાંથી બહાર લાવવા માટે પ્રયાસો કરીશું. તમે સાચા મિત્ર બનીને મિત્રતા નિભાવો. મિત્રોને બચાવવા માટે મિત્રોએ જ આગળ આવવું પડશે.


[[$googlead]]

આવા એક એક ગુંડાઓનો હિસાબ કરાશે

ગઈકાલે તેમણે અમદાવાદમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં કહ્યું હતું કે, વૃદ્ધાશ્રમને તાળા કેવી રીતે વાગે તેવું કામ કરવું છે. જે લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે તેમનું ફંડ સંસ્થા ના લે તેવો નિર્ણય કરો. આવા લોકોને સ્ટેજ પર પણ ના બેસાડો. તેમણે અસામાજિક તત્વોને લઈને કહ્યું હતું કે, આજે રાજ્યમાં ગુંડાઓ સરખી રીતે ચાલી પણ નથી શકતા તેવી હાલત કરી છે. આવા એક એક ગુંડાઓનો હિસાબ કરાશે. 


[[$alsoread]]


  • Follow us on: