ઉધના બસ ડેપોની બહાર વરસાદી પાણી ભરાયા છે અને ઉધના - નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા છે, વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે અને પાણી ભરાતા ટ્રાફિક જામ સાથે વાહનોની લાઈન લાગી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, મજુરા, અલથાણ, પાંડેસરા, ભીમરાડ, ખજોદ, આભવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
સુરતમાં થોડા જ વરસાદમાં ઉધનામાં પાણી ભરાયા
હરિ ઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે, થોડા વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, પાણી નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકોની માગ છે, સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સ્થાનિકો માગ કરી રહ્યાં છે. સુરતમાં ભારે વરસાદ, નવરાત્રી પહેલાના મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી છે. જેમાં ભારે વરસાદના પગલે ગરનાળા પાણીથી તરબોળ છે. તથા લિંબાયત ગરનાળુ પાણીમાં ગરકાવ થયુ છે. તેમજ વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે. તથા ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.









