ચોમાસાની વિદાય વચ્ચે મેઘરાજાએ સુરતને ઘમરોળ્યું છે. સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ખટોદરા જીઆઈડીસી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.શહેરમાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાને કારણે સ્ટાફ અને દર્દીઓના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાણી ભરાઈ જવાથી અનેક રોડ અને રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે. સિવિલ હોસ્પિટલથી રિંગરોડના રસ્તે ટ્રાફિકજામ સર્જાયો છે.


[[$googlead]]

હજુ બે દિવસ છુટા છવાયા વરસાદની શક્યતાઓ

રાહદારીઓ ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર બન્યાં છે. ભારે વરસાદને કારણે સુરતના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે. સોશિયલ સર્કલ, પાંડેરસા, ખજોદ, આભવા ગામ અને ડુમસમાં ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ પ્રમાણે સુરતમાં હજુ બે દિવસ છુટા છવાયા વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત શહેરના અઠવા લાઈન્સ, રિંગ રોડ અને ભટારમાં ભારે વરસાદ ખાબક્યો છે. પારલે પોઈન્ટ વિસ્તારમાં પણ વરસાદને કારણે પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. શહરીજનોનું કહેવું છે કે, વારંવાર પાણી ભરાઈ જાય છે જેની અનેક રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી કરાઈ નથી. મ્યુનિસિપાલિટી દ્વારા એવું કહેવામાં આવે છે કે, વરસાદ બાદ કામગીરી કરાશે.


[[$alsoread]]

  • Follow us on: