સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. શહેરના બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો બેરોકટોક દોડી રહ્યાં છે. જેના કારણે વારંવાર અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે. રવિવારે બપોરે જહાંગીરપુરાથી અલથાણા જતી બસને કૈલાસનગર પાસે અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલા ટેમ્પોએ બસને ટક્કર મારી હતી. જેના કારણે બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું.
ટેમ્પો ચાલકે બસને ટક્કર મારી
સુરતમાં જહાંગીરપુરમાં બીઆરટીસ બસના કોરિડોરમાં ખાનગી વાહનો બેરોકટોક દોડી રહ્યાં છે. રવિવારે બપોરના સમયે બીઆરટીએસ કોરિડોરમાં રોંગ સાઈડમાં આવી રહેલા એક ટેમ્પો ચાલકે બસને ટક્કર મારી હતી. જેના કારણે બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બસના કાચ તૂટીને રસ્તા પર વેરવિખેર થઈને પડ્યા હતાં.









