સુરત શહેરમાં આવેલ સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો. દિવાળી તહેવારની રજાઓમાં સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં લોકોની ભીડ ઉમટી. દિવાળી વેકેશન દરમિયાન 16- 10- 2025 થી 23 -10 -2025 સુધી 80,000 કરતાં વધુ મુલાકાતથી નોંધાયા. સરથાણા પ્રાણી સંગ્રહાલયને ફળી દિવાળી. સાત દિવસના સમયમાં 81,119 મુલાકાતથીઓએ નેચરપાર્કની મુલાકાત લીધી. જેનાથી નેચરપાર્કને 22,95,300ની આવક થઈ.


[[$googlead]]

પ્રવાસીઓનો જબરજસ્ત ધસારો

નેચરપાર્કમાં ઝૂ, તળાવ, ગાર્ડન અને નેચર ટ્રેઈલ જેવી આકર્ષક સુવિધાઓ હોવાથી પરિવાર સાથે સમય પસાર કરવા માટે આ સ્થળ લોકપ્રિય ડેસ્ટિનેશન બની ગયું છે. પાલિકાએ પણ વધતી ભીડને ધ્યાનમાં રાખી સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધાઓમાં જરૂરી સુધારા કર્યા છે, જેથી દિવાળી વેકેશનમાં નેચરપાર્કમાં આવનાર મુલાકાતીઓને સુખદ અનુભવ મળી શકે. હાલ દિવાળીને લઈને રાજામાં શાળાકીય વેકેશનનો માહોલ છે. દરમિયાન લોકો બાળકોને આ નેચરપાર્કની ખાસ મુલાકાત કરાવી રહ્યા છે. પ્રાણી સંગ્રહાલમાં લોકોની ભારે ભીડને પહોંચી વળવા 4 ટીકીટ બારી શરૂ કરવામાં આવી અને હાલમાં ટોટલ 8 ટીકીટ બારી શરૂ કરાઈ છે.

પ્રવાસીઓ માટેનું રમણીય પર્યટન સ્થળ

સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં 1- 4 -2025 થી અત્યાર સુધીમાં 50 લાખ કરતાં વધુ લોકોએ નેચરપાર્કની મુલાકાત લીધી. જેનાથી સુરત મહાનગરપાલિકાને 1 કરોડ 40 લાખ કરતાં વધુની આવક થઈ. શહેર સહિત સુરતની આસપાસના ગામો અને જિલ્લાઓના લોકો પણ બાળકો સાથે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યા છે. મહત્વનું છે કે સરથાણા પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ઈ. સ. ૧૯૮૪ના સમયમાં કરવામાં આવી હતી. જે દક્ષિણ ગુજરાતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય અને ગુજરાતનું પ્રથમ સંવર્ધન કેન્દ્ર છે. પ્રાણી સંગ્રહાલય ખાતે સફળતાપૂર્વક સિંહ, શાહી બંગાળ વાઘ, હિમાલયન રીંછ અને સફેદ મોરનો ઉછેર કરવામાં આવ્યો છે. સરથાણા પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓ માટેનું રમણીય પર્યટન સ્થળ બન્યું છે.

[[$alsoread]]
  • Follow us on: