સુરત અને તાપી જિલ્લાના પશુ પાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે વધારો કરવામાં આવ્યો છે. પશુ પાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરાયો છે. સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુ પાલકોને વાર્ષિક 50 કરોડ રૂપિયાનો ફાયદો થશે.


[[$googlead]]

સુમુલે દૂધના ભાવમાં કિલો ફેટે કર્યો વધારો

સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું હતું કે, સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે વધારો કરવામાં આવ્યો છે. આ વધારો બંને જિલ્લાના અઢી લાખ પશુપાલકોને 50 કરોડથી વધુનો ફાયદો કરાવશે. ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયા અને ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે. આ વધારાને કારણે ગાયના દૂધનો ભાવ વધીને 850 અને ભેંસના દૂધનો ભાવ 880 રૂપિયા થયો છે.


[[$alsoread]]

  • Follow us on: