સુરતના ઉધના ઝોન Aમાં પાણી બંધ રહેશે, 23 જૂને પાણી બંધ રહેશે સાથે સાથે ચીકુવાડીમાં નવી 40 લાખ લીટરની ટાંકી બનશે અને નવી ટાંકીને હાલની અંડરગ્રાઉન્ડ ટાંકી સાથે જોડાશે તો મનપાની કામગીરીને કારણે પાણી પુરવઠા પર અસર જોવા મળી છે.
ઉધના ઝોન Aના વિસ્તારોમાં 23 જૂને પાણી બંધ રહેશે
સુરતમાં ઉધના ઝોન Aના વિસ્તારોમાં 23 જૂને પાણી બંધ રહેશે અને ઉધના ચીકુવાડીમાં નવી 40 લાખ લિટરની ટાંકીને હયાત અંડરગ્રાઉન્ડ ટાંકી સાથે જોડવાનું કામ કરાશે જેના કારણે મોટી સંખ્યામાં પરિવારોને અસર થશે. જળવિતરણ મથક દ્વારા અપાતો સાંજનો જુના બમરોલી અને ગોવાલક વિસ્તારમાં તેમજ ટી.પી. 58 (નવા બમરોલી) વિસ્તારમાં આવેલ ESR-SE-18 નો સાંજનો નિયમિત પાણી પુરવઠો આપી શકાશે નહીં. તેમજ તા.24/6 ના રોજ સવારે અપાતો પાણી પુરવઠો ઓછા પ્રેશરથી અથવા નહીંવત મળવાની શકયતા છે.









