મહિલા અને તેના પતિએ 112 ટીમને અપશબ્દો કહ્યા હતા, મહિલાના પતિએ જનરક્ષક 112 ગાડીના કાચ તોડ્યો હતો અને પથ્થરના ઘા કરી પતિ-પત્નીએ કાચ તોડ્યા છે, પોલીસે પતિ-પત્નીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે, ગૃહ વિભાગ દ્વારા હાલમાજ અર્પણ કરવામાં આવેલી જન રક્ષક ૧૧૨ના કાચ તૂટયા છે, શેખપુર ગામે શ્રી હરિ સોસાયટીના ૩૮ નંબરના મકાનમાં રહેતા વિલાસબેન નામની મહિલાએ કર્યો હતો ૧૧૨ પર ફોન.
ફોન કરનાર મહિલાનો પતિ તેને પરેશાન કરતો હોવાનું કહ્યું હતું
૧૧૨ની ટીમ શ્રી હરિદર્શન સોસાયટીમાં પહોચી હતી અને ૧૧૨ જાણ રક્ષકની ટીમે મહિલાના પતિને ગાડીમાં બેસાડી દીધો હતો, ફોન કરનાર મહિલા અને તેનો પતિ બંને એક થઈ ગયા અને ૧૧૨ની ટીમને બિભત્સ ગાળો આપી હતી, મહિલાના પતિએ લોખંડના હેલમેટ વડે ૧૧૨ ગાડીના પાછળનો કાચ તોડી નાખ્યો હતો અને મહિલાએ એના પતિને જબરજસ્તીથી ગાડીની બહાર કાઢી લીધો હતા, બંને પતિ પત્નીએ પથ્થરના ઘા કરી ૧૧૨ની ગાડીનો વચ્ચેના દરવાજાનો કાચ પણ તોડી નાખ્યો હતો, પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી હતી.









