સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખનીજ માફિયાઓ બેલગામ બન્યાં છે. ત્યારે ગેરકાયદે ખનીજમાં એક યુવકનો જીવ ગયો છે. લોડર ખાડામાં પડી જતા ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.ગેરકાયદે ખનીજ લોડર કૂવામાં ખાબકતા મોત થયું છે. લોડરથી સેન્ડ સ્ટોન ભરતી વખતે કૂવામાં ખાબક્યો હતો.મુળીના ખાખરાળા ગામે ગેરકાયદે ખનીજ ચોરીની ઘટના સામે આવી છે. ચોટીલા નાયબ કલેક્ટર સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.
ખનીજના કુવા એ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પંથકમાં ગેરકાયદેસર ખનીજના કુવા એ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. મુળીના ખાખરાળા ગામે ગેરકાયદેસર ખનિજ ભરતું લોડર કૂવામાં ખાબકતા ચાલકનું મોત નિપજ્યું છે.સરકારી જમીનમાં કરવામાં આવેલ ગેરકાયદેસર કર્બોસેલના કુવા નજીક લોડરથી સેન્ડ સ્ટોન ભરવા સમયે આ દુર્ઘટના બની હતી. લોડરના ચાલક અજય કાનાભાઈ બોહકિયા એ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા લોડર ચાલક સહિત ઉંડા કૂવામાં ખાબક્યું હતું. ઘટના અંગે જાણ થતાં ચોટીલા નાયબ કલેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ક્રેનની મદદથી ચાલક અને ક્રેનને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.









