સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાને EDના દરોડા પડ્યા હતાં. આ કેસમાં સર્ચ ઓપરેશન બાદ EDએ મહત્વના ખુલાસા કર્યા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે. તેના પહેલી જાન્યુઆરી 2026 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. EDએ આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. EDએ વિશેષ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, દિલ્હી પોલીસમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ હતી. ગઈકાલે સુરેન્દ્રનગરમાં EDએ દરોડા પાડ્યા હતા.ફરિયાદની તપાસ કરતા આરોપીની માહિતી મળી હતી.આરોપી સામે વાંધાજનક મટિરિયલ મળ્યું હતુ, કલેક્ટર નિવાસસ્થાને પણ EDએ સર્ચ કર્યું હતું.


[[$googlead]]

સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર સામે EDના મોટા ખુલાસા

મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં. સર્ચ દરમિયાન EDએ વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ કેસની તપાસમાં EDએ મોટા ખુલાસા કર્યા છે. જેમાં આરોપીની 14 દિવસની રિમાન્ડ અરજીમાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. ચંદ્રસિંહના બેડરૂમમાંથી 67.50 લાખ મળ્યાં હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આરોપી સ્પીડ પોસ્ટના માધ્યમથી પૈસાની માગ કરતો હતો. કમિશન એજન્ટ, દલાલ મારફતે લાંચની રકમ ભેગી કરતો હતો. ખંડણીની માંગ અને પૈસા એકત્રિત કર્યાની તપાસ થશે.


[[$alsoread]]

  • Follow us on: