તાપીની ઓલણ નદીમાં આવ્યા નવા નીર જેમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ઓલણ નદી ગાંડીતૂર બની છે, પંચોલ આશ્રમ નજીક વહેતી ઓલણ નદી બે કાંઠે વહેતી થઈ છે, ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે.


[[$googlead]]

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઓલણ નદી ગાંડીતૂર

તાપીમાં ઉપરવાસમાં ભારે નદીને લઈ ઓલણ નદી ગાંડીતૂર બની છે, તાપી જિલ્લામાં વરસાદ પડતા નદીઓ,નાળાઓ અને ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં 22479 ક્યુસેક નવા નીરની આવક થતા ઉકાઈ ડેમની જળ સપાટી બે ફૂટ વધી છે. હાલ ડેમની સપાટી 318.48 ફૂટે પહોંચી છે.

[[$alsoread]]


  • Follow us on: