આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન થયા બાદ ખાલી પડી હતી. આ બેઠક પર આજે સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન શરૂ થયું છે.2.45 લાખ મતદારો મતદાન કરશે.306 મતદાન મથકો પર યોજાશે ચૂંટણી,મતદાન મથકો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સવારથી જ લોકો મત આપવા માટે લાઈનોમાં ઉભા રહ્યાં છે. ત્યારે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન કર્યું હતું.
મેં મારા પિતાની પરંપરા જાળવી છે
ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે સવારે તેમના સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દર્શન કર્યા હતાં. ત્યાર બાદ ભગવાનના દર્શન કરીને મત આપવા માટે પહોંચ્યા હતાં. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે, મેં મારા પિતાની પરંપરા જાળવી છે. મારા પિતાની જેમ જ મેં સવારે પૂજા અર્ચના કરી છે. ઉમરેઠ બેઠક પર જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરીશ. અહીં GIDC તૈયાર છે પણ ઉદ્યોગ નથી આવ્યા. આ વખતે પણ લોકો મત આપવામાં ભુલ નહિ કરે.









