વડોદરામાં પશુપાલકોએ બૂમો પાડતા ઢોર ભાગ્યા હતા અને કર્મચારીના પગમાં દોરડું ફસાતા થયો હતો ઈજાગ્રસ્ત, પોલીસે બન્ને પશુપાલકો પાસે ઉઠક બેઠક કરાવી હતી અને કુંભારવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ અગાઉ વડોદરાના વારસિયામાં બની હતી ઘટના
વડોદરા શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જેમાં ફરજ પર હાજર ઢોર પાર્ટીનો એક કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના વડોદરાના વારસિયા વિસ્તારમાં બની હતી. જ્યારે ઢોર પાર્ટીની ટીમ વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગઈ હતી. ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક રખડતા ઢોરે ઢોર પાર્ટીના કર્મચારી પર હુમલો કર્યો અને તેમને પકડીને અડધો કિલોમીટર સુધી રોડ પર ઘસડ્યો હતો.









